SBI Recruitment 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવતાં સ્ત્રી અને પુરુષ નોકરી શોધનારાઓ માટે સારી નોકરીની તક આવી ગઈ છે. આ ભરતીમાં ભાગ લેવા માટે, બધી વિગતો જાણવી મહત્વપૂર્ણ છે. આ લેખમાં તમને અરજીની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, પાત્રતા માપદંડો, વય મર્યાદા, પગારની માહિતી, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા સહિત તમને જોઈતી દરેક વસ્તુની માહિતી ખુબજ સરળ શબ્દોમાં આપવામાં આવી છે જેથી તમે સરળતાથી નોકરી મેળવી શકો છો.
SBI Recruitment 2024 । State Bank of India Recruitment 2024
ભરતી સંસ્થાનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
અરજી શરુઆતની તારીખ | 19 જુલાઈ 2024 |
અરજી અંતની તારીખ | 08 ઓગસ્ટ 2024 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in |
મહત્વની તારીખો:
SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટેના અરજી ફોર્મ ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવી રહ્યા છે. 19 જુલાઈથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ 8મી ઓગસ્ટ 2024 સુધી નક્કી કરવામાં આવી છે. લાયક ઉમેદવારો તેમના નજીકના જનસેવા કેન્દ્ર પર જઈ અથવા જાતે જ છેલ્લી તારીખને ધ્યાનમાં રાખીને આ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી કરી શકે છે. કારણ કે નક્કી કરેલ સમય મર્યાદાની સમાપ્તિ પછી, તમારી કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામા આવશે નહિ એટલે કે અરજી કરવાની લિંક સંબંધિત બેંક દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે.
વય મર્યાદા:
ભારતીય સ્ટેટ બેંકની સંબંધિત જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી મુજબ બેંક સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે વય મર્યાદા અલગ રાખવામાં આવી છે. જેમાં ન્યૂનતમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવી છે જ્યારે મહત્તમ ઉંમર 50 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવશે. અનામત વર્ગના અરજદારોને સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. તેથી, ઉમેદવારે વય મર્યાદા સાબિત કરવા માટે કોઈપણ યોગ્ય દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે.
શૈક્ષણિક લાયકાત:
ભારતીય સ્ટેટ બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ, બેંક દ્વારા ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે શિક્ષકોની લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ છે. મળતી માહિતી મુજબ, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ તરીકે રાખવામાં આવી છે. જે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોય તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત, પોસ્ટ વાઇઝ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિગતવાર માહિતી સત્તાવાર સૂચનામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા:
SBIની આધિકારિક જાહેરાતમાં આપેલ જાણકારી અનુસાર, પ્રસિદ્ધ બેંકની આ ભરતી માટે નીચેના નિયમો મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
- ભરાયેલ ફોર્મમાંથી લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
- ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
- ઇન્ટરવ્યૂ તથા અભ્યાસ દરમિયાન મેળવેલ ગુણના તેમજ અનુભવના આધારે મેરીટ બનાવવામાં આવશે.
અરજી ફી:
બેંકની સત્તાવાર જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ખાલી જગ્યાઓ પર ભરતી માટેની અરજી ફી નીચે મુજબની રાખવામાં આવી છે.
સામાન્ય અને EWS કેટેગરી માટે અરજી ફી રૂપિયા 750 રાખવામાં આવી છે. તેમજ SC, ST, OBC અને PWD કેટેગરી માટે કોઈપણ અરજી ફી રાખવામાં આવી છે. અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
કેવી રીતે અરજી કરવી?
સ્ટેટ બેંકની ખાલી જગ્યાઓ માટે ભરતી અરજી ફોર્મ ભરવા માટે, નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથીપહેલા SBI બેંકની સત્તાવાર વેબસાઇટ વિઝીટ કરવાની રહેશે.
- અહીં તમને કારકિર્દી એટલે કે કરિયરનો વિકલ્પ જોવા મળશે એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આપેલ ખાલી જગ્યાની જાહેરાત સૂચના ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી તપાસો.
- આ પછી Apply Online ના વિકલ્પ પર ક્લિક કરો.
- વિનંતી કરેલી બધી માહિતી યોગ્ય રીતે ભરો અને જરૂરી માહિતી અપલોડ કરો.
- તમારી કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
- તમામ માહિતી તથા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સંપૂર્ણપણે અરજી ફોર્મ સબમિટ કરો.
તમારે આ ભરતીઓ વિશે પણ માહિતી મેળવવી જોઈએ:
- ભારતીય રેલવેમાં ધોરણ-10 પાસ માટે 2424+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ભારતીય નેવીમાં ધોરણ-10 તથા 12 પાસ માટે 740+ જગ્યાઓ પર ભરતી જાહેર
- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ક્લાર્કના પદ પર ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 81,100 સુધી
- રક્ષા મંત્રાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર ભરતી જાહેર
ભરતી સંબંધિત જરૂરી લિંક:
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારું ગુજરાત જોબ પર જવા માટે | અહીં ક્લિક કરો |